વર્ગ 3 ના કર્મચારીઓની મિલકત જાહેર કરવા બાબત
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
ડિકલેરેશન ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
વર્ગ 3 ના કર્મચારીઓની મિલકત જાહેર કરવા બાબત પરિપત્ર જોવા માટે અહીં ક્લિક કરો.
વર્ગ 3 ના કર્મચારીઓની મિલકત જાહેર કરવા બાબત
વર્ગ 3 ના કર્મચારીઓની મિલકત જાહેર કરવા બાબત
ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો,૧૯૭૧ના નિયમ ૧૯ માં સરકારી અધિકારીઓ/કર્મચારીઓ અંગે સ્થાવર/જંગમ મિલકતનું પત્રક ભરવા માટેની જોગવાઇ થયેલ છે. પ્રવર્તમાન સૂચનાઓ મુજબ રાજ્યપત્રિત અધિકારીઓ ને જે તે કેલેન્ડર વર્ષના સ્થાવર મિલકતના પત્રકો સંબંધિત કેલેન્ડર વર્ષ (એટલે કે જાન્યુઆરી થી ડીસેમ્બર સુધી) પૂરૂ થયા પછીના મહિનામાં સાથી સોફટવેર પર ઓનલાઇન ભરવાના રહે છે. ઉપરોક્ત વંચાણે લીધા ક્રમાંક-(૧) ના તા.૨૮/૨/૨૦૨૪ ના જાહેરનામાંથી ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો,૧૯૭૧ના નિયમ ૧૯(૧) માં જરૂરી સુધારો કરવામાં આવેલ છે.
ઉપરોકત વંચાણે લીધા ક્રમાંક:(3) ના સામાન્ય વહીવટ વિભાગના તા.૦૬/૦૫/૨૦૨૩ના ઠરાવથી સામાન્ય વહીવટ વિભાગની માનવ સંસાધન વ્યવસ્થાપન પ્રણાલી (HRMS)ના ભાગરૂપે HRMS-2/કર્મયોગી એપ્લીકેશન તૈયાર કરવામાં આવેલ છે. જેના અનુસંધાને હવે રાજ્ય સરકારના રાજયપત્રિત અધિકારીઓ સાથે વર્ગ- ૩ના કર્મચારીઓ માટે પણ વાર્ષિક મિલકત પત્રક ભરવાની કામગીરી “કર્મયોગી” સોફટવેર અંતર્ગત ઇલેક્ટ્રોનિક ફોર્મમાં ઓનલાઇન કરવા સૈધ્ધાંતિક રીતે નક્કી કરવામાં આવેલ છે. આ અન્વયેની કામગીરી અને અમલીકરણ સંદર્ભમાં નીચે મુજબની સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવે છે.
(૧) રાજય સરકારના તમામ વર્ગ-૩ના કર્મચારીઓ માટે ચાલુ વર્ષથી રાજ્ય સરકારના રાજયપત્રિત અધિકારીઓની જેમ વાર્ષિક ધોરણે મિલકત પત્રક ભરવાની જોગવાઇ વંચાણે લીધેલ ક્રમાંક:(૧) ના તા.૨૮/૨/૨૦૨૪ ના જાહેરનામાથી લાગૂ પાડવામાં આવેલ છે.
(૨) ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમોના નિયમ ૧૯ના પેટા નિયમ (૧), (૨) અને (૩) ની જોગવાઈ મુજબ, રાજ્ય સરકારના તમામ કર્મચારીઓએ સરકાર હેઠળની તેની પ્રથમ નિમણૂંક વખતે અને ત્યારબાદ દર વર્ષે અને વર્ષ દરમિયાન સ્થાવર કે જંગમ મિલકતના વ્યવહારો કરતી વખતે પ્રવર્તમાન સૂચનાઓ મુજબ નિયત કરેલ નમૂનામાં “કર્મયોગી” સોફટવેરમાં સક્ષમ સત્તાધિકારી/સંવર્ગ સંચાલકને વિગતો અચૂક રજૂ કરવાની રહેશે.
(૩) રાજ્ય સરકારના વર્ગ-૩ ના કર્મચારીઓના વાર્ષિક મિલકત પત્રક ભરવાની કામગીરી “કર્મયોગી” સોફટવેરમાં ઓનલાઇન કરવાની હોઈ,આ અંગે કર્મચારીઓનો H.R.P.N નંબર જનરેટ કરવા, રજીસ્ટ્રેશન કરવા અને કર્મચારીઓના વર્ષ ૨૦૨૩ ના કેલેન્ડર વર્ષના (જાન્યુઆરી થી ડીસેમ્બર સુધીના) મિલકત પત્રકો ભરવા અંગેની તમામ કામગીરી તા.૧૫/૦૫/૨૦૨૪ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. “કર્મયોગી” સોફટવેર અંતર્ગત સદરહુ કામગીરી નિયત કરાયેલ સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે સંવર્ગ સંચાલક સત્તાધિકારીશ્રીઓએ આ અંગે યોગ્ય મોનીટરીંગ કરી એચ.આર.એમ.એસ પ્રભાગ, સામાન્ય વહીવટ વિભાગના સંકલનમાં કાર્યવાહી કરવાની રહેશે.
કેલેન્ડર વર્ષ-૨૦૨૪ અને તે પછીના વર્ષો માટે ભરવાના થતા મિલકત પત્રકો પ્રવર્તમાન સુચનાઓ અનુસાર,જે તે કેલેન્ડર વર્ષ (એટલે કે જાન્યુઆરી થી ડીસેમ્બર સુધી) પુરુ થયા પછીના મહિનામાં નિયમીત રીતે ઓનલાઇન ધોરણે અચુક ભરવાના રહેશે અને સંવર્ગ સંચાલક દ્વારા તે સુનિશ્ચિત કરવાનુ રહેશે.
(૪) હાલમાં રાજ્ય સરકારના જે અધિકારી/કર્મચારીઓ દ્વારા વર્ષ ૨૦૨૩ના કેલેન્ડર વર્ષના (જાન્યુઆરી થી ડીસેમ્બર સુધીના) મિલકત પત્રકો જાન્યુઆરી, ૨૦૨૪ સુધીમાં “સાથી” સોફ્ટવેરમાં ભરવામાં આવેલ છે, તેઓએ આ
સમયગાળાના મિલ્કત પત્રકો કર્મયોગી સોફટવેરમાં પુન: ભરવાના રહેશે નહિ.
(૫) જે અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા જાન્યુઆરી,૨૦૨૪ સુધીમાં મિલક્ત પત્રક ભરવામાં આવેલ નથી તેવા
અધિકારીઓ/કર્મચારીઓએ મોડામાં મોડા ૩૧મી માર્ચ, ૨૦૨૪ સુધીમાં મિલકત પત્રક ભરવાની કાર્યવાહી કરવાની
રહેશે. અન્યથા ઉપર વંચાણે લીધેલ ક્રમાંક:(૨) થી આપવામાં આવેલ સૂચનાઓ મુજબ, સ્થાવર મિલકતના પત્રકો
જે તે કેલેન્ડર વર્ષ પૂરું થયા પછીના જાન્યુઆરી માસમાં અને મોડામાં મોડા મી માર્ચ સુધીમાં રજૂ કરવા
વર્ગ 3 ના કર્મચારીઓની મિલકત જાહેર કરવા બાબત